મોજ છે
મોજ છે
વૃક્ષ વાવો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
સાથ આપો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
હોય વનરાજી હરખતી, આ ધરા જો દીસતી,
પ્રાણ પાઓ આ ધરા પર, તો ખરેખર મોજ છે.
મોતના તાંડવ મટે ને હર્ષ હર લહેરાય છે,
તાલ સ્થાપો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
જળ થકી ભરપૂર લાગે છે સરિતા દોડતી,
ધ્યાન રાખો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
ભીંજવે વરસાદ હૈયા,તરબતર કરતાં ખરે,
સૌમ્ય વ્યાપો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
લીલવર્ણી હોય ધરતી, મહેંકતાં લાગે ચમન,
શાન ધારો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
જિંદગીનું ગીત સુંદર, લઇ ભ્રમર ગાતાં ફરે,
વ્યર્થ ત્યાગો આ ધરા પર, તો ખરેખર મોજ છે.
