STORYMIRROR

Sang Savariya

Romance Classics

2  

Sang Savariya

Romance Classics

મોબાઇલ

મોબાઇલ

1 min
14.1K


તેની સાથે મળવાનું બંધ થયું

હવે તેની સાથે ફરવાનું 

બંધ થયું

બંધ થયું હાથોમાં હાથ નાખી

એકબીજાની સંગાથમાં

નદી, ઝરણાં, તળાવ અને સાગર કાંઠે 

તો ક્યારેક વન ઉપવન,

ઉંચા ઉંચા પર્વતો, ટેકરીઓ અને

લીલ્લાછમ ખેતરોમાં ટહેલવાનું

ભીની ભીની મહેકતી માટીમાં રમવાનું

ઝરમરીયા વરસાદમાં ન્હાવાનું

રંગબેરંગી ફૂલોને ચૂમવાનું

જોરશોરથી કિકિયારી કરવાનું, દોડવાનું, કૂદવાનું

ને લાંબા શ્વાસ ભરવાનું

એકમેકને નીરખી હસવાનું

ને ભેટી પડવાનું

ક્યારેક વળી રડવાનું

તો ક્યારેક રીસાઈ જવાનું

ને ક્યારેક લડવાનું તો ઝઘડવાનું

આ સઘળું બંધ થયું છે...

ને હા ! હવે

અે મળે છે

વાત પણ કરે છે

લડે છે ઝઘડે છે

ને હસે પણ છે

કિંતુ આ બધું હોય છે

આ છેડાથી લઈ

સામા છેડા સુધી...!

માત્ર મોબાઇલથી મોબાઇલ પર...


Rate this content
Log in

Similar gujarati poem from Romance