STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

મનોબળ

મનોબળ

1 min
324

આપજે શક્તિ ઈશ્વર મને,

મનોબળ મારું ટકી રહે.


મારા દેશની સેવા કરવાને કાજ,

હિંમત મારી બની રહે.


કેટલાય અમીચંદો આવશે,

તને લલચાવવા રૂપિયા ધરી રહે.


નજર પણ ન નાખું તેનાં પર,

એવું મારું ઝમીર ટકી રહે.


જન્નતની મારે લાલચ નથી જોઈતી,

તિરંગામાં વીંટાઈને કફન બની રહે.


જે શહીદ થયાં તે મારા જ ભાઈઓ,

બદલો લેવાનો મૌકો મળી રહે.


અંતર મારું સળગ્યું છે સીમા પર,

ભારત માનો છાયો મને મળતો રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational