મનની વાતો
મનની વાતો
દરેકને કહી શકાતી નથી મનની વાતો,
ક્યારેક સહી શકાતી નથી મનની વાતો.
અનુભવ આપણો અભિવ્યક્તિ ઝંખે,
એથી જ રહી શકાતી નથી મનની વાતો.
સાંભળનારની પાત્રતા વિચારવી પડતી,
દરેક પેટમાં ટકી શકાતી નથી મનની વાતો.
ક્વચિત ના મળે સહૃદયીને રહી જતી સાવ,
પ્રત્યેકને વળી પચી શકતી નથી મનની વાતો.
બધા કૈં હોતા નથી હમદર્દી કે સમજી શકે વાતને,
બીબાઢાળે એ ઢળી શકતી નથી મનની વાતો.