STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મનની સફર

મનની સફર

1 min
152

મનડું મારું આ દુનિયાની સફરમાં ભમે,

રોજ રોજ માઈલોની સફર એને ગમે,


નિત નવી કલ્પના રોજ કરે,

હૈયે નિત નવા રંગો એ ભરે,


ના કોઈ સાધન ના કોઈ સંપતિ જોઈએ,

એને તો બસ કલ્પનાનાં નિત નવા રંગો જોઈએ,


આ મનડું મારું દુનિયાની સફર કરાવે,

ક્યારેક જીતાડે, ક્યારેક હરાવે,

વગર પૈસે માઈલોની સફર કરાવે,


કલ્પનાની પાંખો થકી આકાશે ઊડે,

ક્યારેક વિચારોની ઊંડી ખીણમાં પડે,

ક્યારેક ગઝલ, કવિતાનું મોતી એને જડે,


મનડું મારું પતંગિયા જેવું

ઈચ્છાઓનાં ફૂલ પર ભમ્યા કરે,

નિત નવા સપનાઓ સેવ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational