મનની મથામણ
મનની મથામણ
હેમખેમ છે,
જીવનનો માળો,
છે સુખ જાજુ.
તોય કેમ છે
મનને મથામણ ?
શું જોઈએ છે ?
તન સ્વસ્થ છે,
સોનેરી સવાર છે,
મન ઉદાસ.
કિંમત નથી
છે એની પાસ, નથી
એની છે આશ.
બીજાનું જોઈ,
એ ઈર્ષ્યા કરે ખૂબ,
ચંચળ મન.
મથામણ છે
ખોટી, ઉદાસી આપે.
હેરાન કરે.
કેમ કરીને
સમજાવું મનને ?
સમજે નહિ.
મથામણ જે,
ઉપર લાવીને એ
હેઠે પછાડે.
ઈલાજ કેમ
એનો કરવો મારે ?
નાઈલાજ છે.
