મનના ઓરડામાં થઈ ગયો ઉજાસ
મનના ઓરડામાં થઈ ગયો ઉજાસ
મનના ઓરડામાં થઈ ગયો ઉજાસ,
જ્યારે પ્રવેશી તેમાં તે આપી નવી આશ,
મારા મનનો સઘળો થાક જાણે ઉતરી ગયો,
જાણે તું મને અલગ દુનિયામાં દોરી ગયો !
આહ્લાદક આનંદ અને તાજગીભરી જીવનમાં,
જાણે પાનખરમાં તું વસંત લાવ્યો જીવન ચમનમાં !
થાકેલા જીવનમાં જાણે મળ્યો મને વિસામો !
મળ્યો તું મને સમાજની તોડી બધી રસમો,
અવિરત દોડતી ભાગતી જિંદગીમાં બન્યો તું મારો હમસફર,
જિંદગી બનાવી દીધી તે મારી સુંદર સફર,
મારા મનનાં ઓરડામાં થઈ ગયો ઉજાસ,
જાણે જીવનની અંધારી ઓરડીમાં લાવ્યો પ્રકાશ !

