STORYMIRROR

Nisha Shah

Inspirational Others

4  

Nisha Shah

Inspirational Others

મનમંદિર

મનમંદિર

1 min
355

જ્યારે જ્યારે મનમંદિરીયે એકલી પડું છું,

ત્યારે ત્યારે લાગે મનમાં ઘણી ભીડ છે,

કેટકેટલા લોકો વાતો કરે છે મારી સાથે,

જાણે મારા મનમંદિરીયે ઘંટારવ થાય !


મનનાં ઝરૂખડામાં જ્યાં ઝૂકીને જોઉં છું ,

કેટલાય જીવોની મુલાકાત કરી લઉં છું,

વર્ષો પહેલાનાં લોકો સાથે વાતો કરી,

મારી મનની દુનિયાને ધબકતી રાખું છું.


જીવનની દરેકે દરેક ક્ષણ બાળપણ, 

યુવાની અને પ્રૌઢાવસ્થાનાં પગથિયે,

કેટલાય સબંધ થયા અને છૂટી ગયા,

પણ મનની અટારી હું ગુંજતી રાખું છું.


એકએક પગથારે સતાવે નિરવતા,

જીંદગીને છેલ્લે પગથિયે એકલતા,

ઈચ્છું કે ત્યારે પણ મનનાં મંદિરીયામાં,

ઘંટારવ થતા રહે ન પડું એકલી કદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational