મંજિલ
મંજિલ
ભરેલી દુનિયામાં તને ચૂંટી એક તે જોને
એકરાર આજે નહીં કાલે, વિચારતા આંટા મારૂ જોને,
લગાવેલી લગન છૂટે ક્યાંથી ? જરાક સમજી જોને
ફોગટ વિચારી બેઠો, કહીશ કે સામે હવે તો જોને,
પાસે બેઠોલો દિલબર છે તારો, એનો તાગ લઈ જોને
ઘડીઓ વિતેલી ઝલકની ડંખે છે હરદમ તે તું જોને,
મૂંગાનો, મૂંગી સાથે પનારો વિફળ થાય છે 'પ્રભુ' જોને,
માનુનીને કહે “આ મજનૂના મનને જરાક કળી તો જોને”,
વિરહથી મિલાપના અંતર માપતા કોઈ મટે છે એ જોને
દીવડા નીચેના અંધારાંમાં, એક પરવાનો પણ છે એ જોને,
મુસાફરની 'મંજિલ'ને અંજામ ક્યારે બક્ષિશ તે જોને
પરવાનો માશૂકાના પ્યારનો થાક્યો છે દોડી 'અનંત' તે તું જોને.

