Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahendra Rathod

Drama Romance

3  

Mahendra Rathod

Drama Romance

મને યાદ આવે છે...

મને યાદ આવે છે...

1 min
195




જોઈને તમને કશુંક તો યાદ આવે જ છે,

તારા પાલવ પર ઢોળાયેલી એ ચા ય યાદ આવે છે,


સામે સમોસા હતા તોય તારો હાથ પકડી રાખ્યો'તો,

મને તારા હોઠ પર ચોંટેલી એ ચટણીની યાદ આવે છે,


ભૂખ મારા દિલને લાગી'તી તોય હુકમ કર્યો નાસ્તાનો,

તે ટેબલ નીચેથી આપેલા એ થેપલાની યાદ આવે છે,


તને ડર હતો કે જોઈ જશે કોઈ મને તે કારણે,

બગીચાને બાજુ મૂકી બેઠેલા એ તૂટેલી એ હાટડી યાદ આવે છે,


જોયું છે ઘણું એવું જે કોઈની નજરમાં પણ ક્યાં,

તોય મને તારી નજરમાં દેખાતા એ તાજની યાદ આવે છે,


ભૂખ મટી જતી તારા નયનોનો નેહ જોઈ પળવારમાં,

તું શું હતી સમજાયું ક્યાં તોય મને તારા ભાવની યાદ આવે છે.


Rate this content
Log in