STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

મને શું ફેર પડે

મને શું ફેર પડે

1 min
398

એકલો ચાલનાર હું તો મુસાફીર જ જુદો,

અરે ! કોઈ આપે સાથ કે સલાહ, મને શું ફેર પડે !


સપના મારા નોખા ને આદતો છે મારી નોખી,

અરે ! કોઈ આને ગણે જીદ કે જનૂન, મને શું ફેર પડે !


માણું છું મળેલી મારી હર-એક સફળતાઓને,

અરે ! કોઈ આમાં મારે તાળી કે તાના, મને શું ફેર પડે !


સિદ્ધાંત મારા છે ખાસ ને રસ્તાઓ પણ છે ખાસ,

અરે ! કોઈ એની કરે નકલ કે નકાર, મને શું ફેર પડે !


હું તો "નાના" સિતારા જેમ અહીં ચમકવાનો,

અરે ! કોઈ એને કરે ખિલતો કે ખરતો, મને શું ફેર પડે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational