મને મેં જીવતી રાખી
મને મેં જીવતી રાખી
દરેક વખતે આ મનને મારીને મને મેં જીવતી રાખી,
ઘણુ સમજી વિચારીને મને મેં જીવતી રાખી.
સ્વાથીઁઁ સંબંધો તો જીવવા જ દેવા માગતા નહોતા,
પણ ફરજો નિભાવી મેં મને જીવતી રાખી.
દિલની આગ તો જીવવા જ દેવા માગતી નહોતી,
આંસુઆોના બિંદુથી ઠરીને મને મેં જીવતી રાખી.
ગઈ તોફાનમા ફસાઈ મધદરિયે ઘણી વખત,
છતાં ય કિનારે જ છું ધારીને મેં મને જીવતી રાખી.
પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં ,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતી રાખી.
"ભાવના" ઘણી વાર જીતી જાઉં પણ જીવવું હતુ,
ભયંકર હાર ત્યાં માની મને મેં જીવતી રાખી.
