મને લઈ દેને
મને લઈ દેને
મને લઈ દેને, લઈ દેને નવરંગ પિચકારી
આવી હોળી રે હોળી આજ પંચરંગી
મને લઈ દેને...
મમ્મીને રંગીશ હું તો પપ્પાને રંગીશ
મારા નાનકડા ભઈલાને રંગે નવડાવીશ
મને લઈ દેને...
પિચકારી લઈને હું તો બજાર મહી દોડું
જે આવે રસ્તામાં એની પાસે લાગો માગુ
મને લઈ દેને..
મિત્રોને સંગાથે હું હોળી દોડી દોડીને રમું
કલર ભરી પિચકારી સૌને ઉડાડવા દોડુ
મને લઈ દેને...
હું તો કેસુડો લયાવુ, એનો રંગ રે બનાવું
એ રંગની પિચકારી ભરી હોળી રે રમું
મને લઈ દેને...
