STORYMIRROR

Rajni Parmar

Classics

3  

Rajni Parmar

Classics

મને જ રોકે છે

મને જ રોકે છે

1 min
13.8K


મારી જ વાડીમાં જતાં મને જ રોકે છે

બુલબુલને માળો શું બનાવવા દિધો...રોજ ટોકે છે...


અરે વાહ ભાઈ(sorry... બુલબુલ બેન)

કમાલ કરો છો...!!!

મને જ મારી વાડીમાં આવતાં રોકો છો....

એક તો તમને માળો બનાવા દઇએ...

એ પણ વગર પૈસે... ભાડા વગર... અને એમાંય આધિપત્ય જમાવી દેવાનું...

સીધો મફતીયો હક્ક દાવો.... હું મારા ચીકુ ના ઝાડ પાસે પણ ના જઇ શકુ....?!

એક તો તમે પૂછ્યા વગર ધૂસણખોરી કરીને માળો બાંધવાનો

ને પછી મારી સાથે જ ઘૂસણખોર જેવૉ વ્યવહાર કરવાનો...

જુઓ કહી દઉ છું તમને.. હું આ નહીં ચલાવી લઉ...

ખોટી દાદાગીરી તો સહેજ પણ નહી... સીધું સીધું જ રહેવાનું...

અને હા હું મારી વાડીમાં આવું તો તમારા મીઠા સ્વરમાં ગીત ગાઇને

મારું સ્વાગત કરવાનું એ તમારા માળાનું ભાડુ... સમજયા કે નય...

હાલો ત્યારે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics