STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મને ગમે છે

મને ગમે છે

1 min
386

મારામાંથી,

મને ખોજવાનું બહુ ગમે છે,

જેમ છીપમાંથીનીકળે મોતી એમ,

મારી ભીતરમાંથીનીકળે ખજાનો,

એમ મૂલ્યવાન બનવાનું મને બહુ ગમે છે,


જિંદગીની પળો તો રેતની જેમ સરકી જાય છે,

કોઈ ઝરણા જેવું મળે તો,

લાગણીથી ભીના થવાનું મને બહુ ગમે છે,


રેલની જેમ દોડતી જાય છે,

ભાગતી જાય છે આ જિંદગી,

પણ કોઈ પોતાનું મળી જાય તો,

થંભી જવાનું મને બહુ ગમે છે,


જે હાથમાંથી છૂટી ગયું,

સ્વપ્ન જે કાચ બની તૂટી ગયું,

નથી રડવું એના કાજે,

નવી પાટીમાં નવો એકડો ઘૂટવાનું મને બહુ ગમે છે,


પાનખરનું પર્ણ બની ખરી જાઉં છું,

હવાની સાથે દૂર ઊડી જાઉં છું,

વૃક્ષની સાથે છે અતૂટ નાતો મારો,

ફરી ડાળે જન્મ લઈ લઉં છું,

કૂંપળ બની ફરી ઊગી નીકળવાનું,

મને બહુ ગમે છે,


ભલેને હું ક્ષણ જીવી છું,

ખીલીને કરમાઈ જાઉં છું,

તોય મોગરો બની મહેકવાનું,

મને બહુ ગમે છે,


જીવનની ડગર પર ચાલતા ચાલતા,

પડી જાઉં છું, અથડાઈ જાઉં છું,

અકળાઈ જાઉં છું મૂંઝાઈ જાવ છું,

નિરાશાના અંધકારમાં ગરકાવ થઈ જાઉં છું,

તોયે ઈશ્વર પર અખૂટ આસ્થા રાખવાનું,

મને બહુ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational