મને ડર લાગે છે
મને ડર લાગે છે
કાંટાથી નહિ પણ હું તો સુગંધિત ફૂલોથી ઘવાઈ છું,
હૈયે સાચી લાગણી રાખતા મને હવે ડર લાગે છે,
કોઈ જ્યારે લંબાવે હાથ જ્યારે મારી તરફ,
ત્યારે ફરી છોડી દેશે હાથ,
હવે તેના વિશ્વાસ મૂકતાં મને ડર લાગે છે,
કોઈ કરે છે જ્યારે પ્રેમભરી વાતો ત્યારે વિશ્વાસ નથી આવતો,
બસ વિશ્વાસઘાતનો મને ડર લાગે છે,
જગાવશે હૈયે પ્રેમ પછી પોતાનાથી દૂર કરી જશે,
આ જૂઠી લાગણીનો મને ડર લાગે છે,
પોતાના પોતાના કરી આભે ચઢાવશે,
મારી ધક્કો ધરતી પર પછાડશે,
આ બનાવટી લોકોનો મને ડર લાગે છે,
મીઠી મીઠી વાતો કરી કામ કઢાવશે,
પછી કેરીના ગોટલાની જેમ ફેંકી દેશે,
આવા મતલબી લોકોનો મને ડર લાગે છે,
મેઘધનુષ્યના રંગોની જેમ જીવનમાં રંગો પૂરવાની વાતો કરશે,
બેરંગ જીવન બનાવીને ચાલ્યા જશે,
આવા હરેક ક્ષણે બદલાતા માનવીનો મને ડર લાગે છે.
