મને આવડી ગયું
મને આવડી ગયું
સાચા ખોટાની પરખ કરતા,
મને આવડી ગયું,
હૈયા પર રૂપેરી વરખ લગાડતા,
મને આવડી ગયું,
દુઃખનાં સમયે પણ,
હરખ રાખવાનું,
મને આવડી ગયું,
સાચા ઝૂઠાનો ફરક કરતા,
મને આવડી ગયું,
નજર બદલી મે તો,
સંકટમાં સુખની તસ્વીર જોવાનું,
મને આવડી ગયું.