STORYMIRROR

Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

મન

મન

1 min
168

મનમાં કામય તારો પગરવ અનુભવાય છે,

છતાં પણ તારા મનથી ક્યાં દૂર જવાય છે !


તારાથી દૂર રૂદીયે ઘનઘોર સન્નાટો છવાય છે,

એકાંતમાં રહેતા મન મારું પણ મૂંઝાય છે,


મિત્ર આવતા લાગે અપાર અનહદ આનંદ,

પણ ક્ષણિક મિત્ર દૂર જતા મન મરી જાય છે,

 

નથી છૂપાવતો હું કોઈનું રાઝ મનમાં,

લાગે જો મનને ઠેસ તો મન ઘવાય છે,


આદરણીય માની સૌની સેવા કરી કરું પ્રણય,

કામ કરતા-કરતા પણ મારું મન રૂઠાય છે,


માન-મહેમાનની નથી કોઈ કિંમત આજે અહીં,

બહાર જૂદું, અંદર જૂદું એમ કંઈક જૂદું દેખાય છે,


પ્રેમ તો પે'લા પણ ન હતો ને આજે પણ નથી,

આ મન આ સ્વીકારવા ક્યાં તૈયાર થાય છે,


ખબર છે કેટલાને અમારી આ ખબરની કે શું ખબર,

મારા મનની મૌન આતુરતા ક્યાં કોઈને સમજાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational