મન અને હદય વચ્ચે યુદ્ધ
મન અને હદય વચ્ચે યુદ્ધ
તારા શબ્દો થકી મારા હૈયે આવ્યો ધરતીકંપ
મન અને હદય વચ્ચે થયો યુધ્ધનો પ્રારંભ
મન કહે કડવા વેણને હું ના જ ભૂલી શકું
હદય કહે પોતાના છે ભૂલી જા આ ઘાવ
મન કહે જેવા સાથે તેવા બની લે
અપમાન નો બદલો અપમાનથી
હૈયું કહે રૂકી જા જેવા સાથે તેવા થવાનું છોડી દે
ફેસલો તું ઈશ્વર પર છોડી દે
મન કહે આપ્યા ઘાવ જીવન ભર યાદ રહેશે
હૈયું કહે ભૂલી જા સમય પણ મલમ બની જશે
ઘાવ બધા રૂઝાઈ જશે
મન કહે એનો સાથ તું છોડી દે
જીવનભર રઝળતા કરી દે
હૈયું કહે કેમ છોડુ ?
મારા પોતાના લોકોનો સાથ
જીવનભરનો સંગાથ
આજે રિસાયા તો કાલે માની જશે
મારા હૈયાને પણ એ જાણી જશે
મન હદય ના યુદ્ધ માં હું ફસાઈ
કોની વાત માનવી ?
એ વિચારી મારું મન મુંઝાય
