STORYMIRROR

Irfan Juneja

Inspirational

3  

Irfan Juneja

Inspirational

મળ્યું છે આ જીવન માનવ તને

મળ્યું છે આ જીવન માનવ તને

1 min
26.2K


મળ્યું છે આ જીવન માનવ તને,

હરખથી તું જીવી બતાવ...

ખીલ્યું છે ફૂલ આજ પ્રભુના આ બાગમાં,

તારી સુગંધથી આ બાગને મહેકાવી બતાવ,

પ્રભુના આ જગતમાં ઘણા જીવો,

દરેક સાથે તું સમભાવ બતાવ,

ક્યારે ખરી જશે આ પુષ્પ તારું,

જ્યાં સુધી સુગંધ છે એને પ્રસરાવી બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,

સ્નેહથી તું જીવી બતાવ...

પ્રભુના દુનિયા રૂપી ઝરણામાં,

તું છે એક પાણીની બુંદ,

તારી આ બુંદની તાકાતથી,

કોઈકની તરસ બુઝાવી બતાવ,

ક્યારે વરાળ બની ઉડી જશે આ બુંદ,

જ્યાં સુધી છે અહીં તું ટાઢક ફેલાવી બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,

પ્રેમથી તું જીવી બતાવ...

પ્રભુની આ સૃષ્ટિમાં છે તું એક પકવાન સમાન,

ભૂખ્યાની ભૂખ મટાડી બતાવ,

અનેક જીવો સુવે છે ભૂખ્યાં,

તું એક કોળિયો બની એમને તૃપ્તિ અપાવ,

વાસી થઇ જશે પકવાન એક'દી,

એ પહેલા તું કોઈનો આહાર બની બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,

સમભાવથી તું જીવી બતાવ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational