મળ્યા પછીનું મૌન
મળ્યા પછીનું મૌન
બસ નજરથી નજર મળી
ના થતી કોઈ વાતો,
લાગે છે કે ઓળખું છું હું
મતલબ મને પણ હતો
મતલબ તને પણ,
છતાં પણ અકળાવતું હતું
તારું મૌન...
મારાથી પહેલ કરું ને
કંઈક સાંભળું તો મને તો ઠીક
પણ તને પણ લાગે ખોટું !
આ આપણું પહેલીવારનું
મળ્યા પછીનું મૌન !

