મળશે ક્યારેક
મળશે ક્યારેક
આ આભ મહીં તારા અગણિત,
એ ખરતો તારો મળશે ક્યારેક !
આ આભ મહીં મેઘધનુષી રંગો,
એ રંગ જીવનમાં મળશે ક્યારેક !
આ આભ મહીં વાદળી ફરતી,
એ વ્હાલ બની વરસે ક્યારેક !
આ આભ મહીં સૂરજ પ્રકાશિત,
એ રોશની ફેલાશે જીવનમાં ક્યારેક !
આ આભ મહીં ચાંદો નિરાળો,
એ ચાંદની શિતળતા મળશે ક્યારેક !
આ આભ મહીં પંખી ઉડતા,
એ પાંખ સંગ જીવ ઉડશે ક્યારેક !
આ આભ મહીં પ્રભુ વસતા,
એ આશિષ ઉરે પ્રગટે ક્યારેક !
