મળીએ
મળીએ
ચાલને પ્રિયે મળીએ મોસમ આવી મુલાકાતની.
ચાલને પ્રિયે મળીએ મોસમ આવી મીઠી વાતની.
બાગબગીચા સજી શણગારને આવકારી રહ્યાં,
ચાલને પ્રિયે મળીએ મોસમ આવી સૌગાતની.
કરી ટહૂકાર કોકિલ પણ સત્કારે યુવા હૈયાંઓને,
ચાલને પ્રિયે મળીએ અંતરની મિટાવવા ભાતની.
પતંગા શોભી રહ્યાં પુષ્પ આસપાસ જે ભમતાં,
ચાલને પ્રિયે મળીએ કરીએ વાતો જાતજાતની.
વસંત પણ પૂર બહારે ખીલી વિનસ સંગાથે લઈ,
ચાલને પ્રિયે મળીએ જે પળો હોય બધી નિરાંતની.
જોને આ લત્તાઓ કેવી વૃક્ષને આલિંગી હરખતી,
ચાલને પ્રિયે મળીએ એકમેકને થવા આત્મસાતની.

