મળી જાય મુજને
મળી જાય મુજને
અગણિત ઘટનાઓની ઘટમાળમાં,
ઝંખી રહી છું મુજને...!
મિલન મારું ખુદથી થાય એવું,
દર્પણ મળી જાય મુજને ...!
સૌંદર્ય ભરપૂર વિખરાઈ ગયાની,
ના આશ હવે છે મુજને ...!
કંટક પથ પર પાથરીને ચાલવાની,
આદત થઈ જાય મુજને ...!
બાહ્ય જીવન જીવવાની ભરમારથી,
દૂર કરી લઉં હું મુજને....!
શોરબકોર ભીતરથી ઠાલવીને,
હળવાશ થઈ જાય મુજને...!
અંનતમાં વ્યાપી વળેલી લાલિમાની,
શોધ ના રહે મુજને...!
મુક્તિની અનુભૂતિનો અહેસાસ,
મનમાં થઈ જાય મુજને ...!
જીવન ઘટમાળમાં બાહ્ય સૌંદર્યની,
ચાહ ના રહે મુજને ...!
ભીતરની સારપ નિખરીને લાલિમા,
નૂતન મળી જાય મુજને..!
