STORYMIRROR

Narendra K Trivedi

Inspirational

4  

Narendra K Trivedi

Inspirational

મળે સારા માનવ સંબંધ આજે

મળે સારા માનવ સંબંધ આજે

1 min
228

મળે સારા માનવ સંબંધ  આજે જાળવી રાખો,

જાગે મનમાં છૂપો ઉમંગ આજે જાળવી  રાખો.


નથી મળતો અહીં એવો કોઈ માહોલ નિષ્ઠામય,

મળી જાયે ક્યાંયે ઊજાશ આજે જાળવી રાખો.


મળે રણમાં છલોછલ ઝાંઝવાનુંજળ તરસતા મૃગ,

થતા આભાસનો ઉલ્લાસ આજે જાળવી રાખો.


લઈ શ્વાસો થઈ ધબકતી ફરી આ જિંદગી પાછી,

ન છોડો આસને વિશ્વાસ આજે જાળવી રાખો.


વહે યાદો સ્મરણપટ પર નદીઓના ઝરણ જેવી,

ન ભૂલો એ કડીના સ્કંધ આજે  જાળવી રાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational