STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

મળે ના મળે

મળે ના મળે

1 min
78

હસી લો, પળ બે પળ મન ભરીને, 

ફરી આ, જિંદગીમાં હસવા ખડખડાટ,

મળે ના મળે !


કરી લો, અસીમ વહાલ પ્રિય જનોને,

ફરી આ,વહાલ છલકાવા પ્રિય જન સામું, 

મળે ના મળે !


પુછી લો, ક્ષેમકુશળ પરિચિતોનાં હેતથી,

ફરી આ, માનીતાં ચહેરાઓ જોવા, 

મળે ના મળે !


ઉકેલી દો, એ વેરની ગાંઠોને પ્રેમની સુઝથી,

ફરી આ, “ચાહત” ભર્યું દિલ ચાહવા, 

મળે ના મળે !


મનાવી લો, રિસાયેલાં એ નાજુક સંબંધોને પ્રેમ થી,

ફરી આ, સંબંધો સાચાં મનાવવાં, 

મળે ના મળે !


રડી લો, એ ભીની લાગણીઓ ને ભીતર સમાવીને,

ફરી આ, હૃદય પ્રેમથી ઉલેચવાં, 

મળે ના મળે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational