STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

મિત્રતા.

મિત્રતા.

1 min
27.1K


સમાન વિચારો સાથે મળતાં બંધાય છે મિત્રતા,

હસ્તધૂનનને ગળે મળી કેવી હરખાય છે મિત્રતા.


સગાને પણ શરમાવે એવું ગઠબંધન રચાઈ જતું,

હેતુ સિદ્ધ કરવા સ્વાર્થ સંગ વગોવાય છે મિત્રતા.


કૃષ્ણ સુદામા સહપાઠી ઉજાગર કરી જેણે મિત્રતા,

મિત્રનું હરી દારિદ્રયને ઇતિહાસે વંચાય છે મિત્રતા.


સુખદુઃખના થૈ સંગાથી એકમેકનો સાથ નિભાવે,

વસમો વખત આવતાં જગમાં પરખાય છે મિત્રતા.


એકવચનના સંબોધને ઉરની પણ એકતા દેખાતી ,

અનુજ કે અગ્રજથી અધિક એ ગણાય છે મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational