મિત્રોનાં સ્ટોક !
મિત્રોનાં સ્ટોક !


વોટ્સએપ ને એફબીમાં મળશે મિત્રોના ફૂલ સ્ટોક !
હકીકત જો જાણશો તો થાશે ઘટસ્ફોટ !
સોશિયલ મીડિયાની ચર્ચા ચારેકોર,
તથ્ય હોય ઓછું ને વધુ શોર-બકોર,
ખોટી પ્રશંસાઓ પાછળ મૂકશો ન દોટ,
એમાં તો આવ્યા કરે ભરતી ને ઓટ,
મિત્રો ભલે હો ઓછા, પણ હોજો સચોટ,
મિત્રતા નિભાવી જાણે, ન સાલવા દે કદી કોઈ ખોટ !