મિત્ર – જિંદગીની મહેફીલ
મિત્ર – જિંદગીની મહેફીલ
મિત્ર વિના, જિંદગીના ચિત્રમાં ફિક્કાસ છે,
સંબંધોમાં મિત્રતાની અલગ જ મીઠાશ છે.
જિંદગીમાં ક્યારેક આવી પડે ચારે તરફથી આફતનું અંધારું,
આફતના અંધકાર સામે, મિત્ર બની રહે અજવાસ છે.
સમયની સાથે મિત્ર કદાચ થઈ ગયો હોય ભૌતિક રીતે દૂર,
અવાજ આપતા જ મિત્ર આસપાસ છે.
બચપન, જવાની કે પછી ભલેને હોય વૃદ્ધાવસ્થા,
ઉંમરના દરેક તબક્કે મિત્ર પાસે રાખી શકાય આશ છે.
મિત્રોના નામ માત્ર થી જ થઈ જતી હોય છે ઉદાસી કોષો દુર,
મિત્રો હોય સાથે તો મહેફીલ, ધીંગા મસ્તી અને ઉલ્લાસ છે.
મિત્રો છે એટલે તહેવાર છે કે મિત્રો જ તહેવાર છે
મિત્રો હોય જિંદગીમાં સાથે, એ દિવસો ખાસ છે
