STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મિજાજ વસંતનો

મિજાજ વસંતનો

1 min
340

સૂકી ડાળીઓનો બદલાયો રંગ,

મહેકે છે આજે ધરતીનું અંગ અંગ.


એને મન ક્યાં કોઈ ભેદ ગરીબ કે શ્રીમંતનો,

એવો ખૂબસૂરત મિજાજ છે વસંતનો.


આવ્યો ઋતુઓનો રાજા વસંત,

લાવ્યો ધરતી પર ખુશીઓ અનંત,


લાવ હું પણ ફરુ ઉપવન આખું,

મારા પાલવમાં ગુલાબને મોગરાને રાખું.


આ પાવન સાથે દોસ્તી કરે ફોરમ,

ભમરા એ મૂકી દરખાસ્ત ફૂલોને છોડી બધી લાજ શરમ.


કાળમીંઢ પથ્થરોને પીગળાવી આ ઝરણા દોડયા,

ભળવા સમંદરમાં બંધનો બધા તોડ્યા.


ઉતર્યું જાણે ધરતી પર ઉતરી જન્નત,

જાણે આદમીની કબૂલ થઈ ગઈ હરેક મન્નત.


હરખાતી મલકાતી આવી વસંત,

જાણે સૌંદર્ય છલકાવતી આવી વસંત.


ખીલી સૌના હૈયાની ક્યારી,

આ વસંત લાગે સૌને પ્યારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational