Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Romance Inspirational

4.5  

Aniruddhsinh Zala

Romance Inspirational

મીઠડો સ્પર્શ સ્નેહીનો કરે કમાલ

મીઠડો સ્પર્શ સ્નેહીનો કરે કમાલ

1 min
408


ભીતર ગુસ્સાથી સળગતી નારાજ ભલે હોય વ્હાલી, 

મીઠડાં એક જ સ્પર્શથી એના હૈયે છલકે સ્નેહ સરવાણી. 


બુઝાય પળમાં આગ ભીતરની ઉતરે પળમાં બધી રીસ,

મીઠડું મલકીને છલકાવે હેત, ભલે પાડતી હોય પહેલા ક્રોધમાં ચીસ.


કરે કમાલ આ સ્પર્શ મીઠડો, જાણે હિમાલયનું આ ઠંડુ પાણી,

સ્પર્શ જ સાચો ઈલાજ જાણે, ન વાપરવી પડે તાકત કે મીઠી વાણી.


હૈયાનાં સ્નેહસેતુને જોડતી સાંકળ કેવી આ પ્રભુએ બનાવી, 

ભલે વસે દૂર તોય હૈયેથી મીઠા સ્પર્શનો અહેસાસ કરે વ્હાલી.


પ્રેમ થકી જ રોશન દુનિયા, આ વાત હજી કોઈને ક્યાં સમજાણી

મીઠડાં સ્પર્શના છે મોલ મોંઘેરા, છલકે હેત ઝાઝા જો મલકે હેતે વ્હાલી.


"રાજ " હૈયામાં એક અભિલાષા, ખુશીમાં છલકતી સદા વ્હાલીm

ભલે સળગે કદીક ક્રૉધથી, તો રેડશું મીઠા સ્પર્શનું ઠંડુ પાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance