STORYMIRROR

PARUL GALATHIYA

Inspirational

4  

PARUL GALATHIYA

Inspirational

મહેનતથી હું દોડું

મહેનતથી હું દોડું

1 min
365

સફળતા મેળવવા માટે મહેનતથી હું દોડું,

આખું જીવન અર્પણ કરી દવ તોય પડે થોડું.


મંઝિલ સુધી પહોંચવા માટે બે હાથ હું જોડું,

વિકટનાં પથ્થરો કેટલી હિંમતથી હું ફોડું !


મુશ્કેલીનો રાહ આવે છતાં કદીયે ન છોડું,

હર એક મુશ્કેલી, ના કકરાને બળ સાથે હું તોડું.


સફળતા તરફ, મારા મનને ખુશીથી હું મોડું,

ફળ પ્રાપ્તિ માટે ,કાળજી રાખી તન મન હું જોડું.


શિખર પાર કરીને, સફળતાના ચોખા હું ચોડું,

પરસેવો પાડીને, મહેનતથી મંઝિલે ધજા હું ખોડું.


મહેનત કરનારને ઇશ્વર આપે નહિ કદી થોડું,

પ્રભુમાં ચિત લગાવી નિસ્વાર્થ ભાવે હું દોડું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational