STORYMIRROR

Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

મહેનતનું તીર

મહેનતનું તીર

1 min
129

જગાડી ઈન્દ્રીઓને, કર્મોને ચાલક બનાવી તો જો;

રાખી મનમાં ઉચ્ચ વિચાર અર્જુન માફક,

એક તીર મહેનતનું મારી તો જો...


વિચાર સાચા રસ્તે ઠેરવી તો જો;

મહેનતનો પરસેવો પાડી, એક બીજ વાવી તો જો,

એક તીર મહેનતનું મારી તો જો...


સૌના કલ્યાર્થે પરિશ્રમ કરી તો જો;

રાત-દિવસ એક કરી સફળતાને વરી તો જો,

 એક તીર મહેનતનું મારી તો જો...


રાખી મનમાં એક આશાએ જીવી તો જો;

મહેનતના પુષ્પ કંડારી શિખર પર ચડી તો જો,

 એક તીર મહેનતનું મારી તો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational