STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

મહેનતી સિક્કો

મહેનતી સિક્કો

1 min
272

ઇચ્છો એ મેળવી શકો,

આમજ સફળતાને પ્રાપ્ત કરી શકો,

જે દિશા તરફ હશે દ્રષ્ટિ એજ દિશા પકડી શકો,

ન પાછા પગે ચાલી શકો.


વાવ્યુ બીજ ઉગે જરુર, 

કારકિર્દી તો માનસિક બીજારોપણનો પાક,

માઠા વિચારોનાં પવન વાવી,

નઠારું વાવાઝોડું જ તો લણશો.


માણસ છેજ શક્તિમાન, 

મહાન કાર્ય પણ ઉત્તમ પ્રકારે પાર પાડવા,

દ્રઢતાપૂર્વક દુર્બળતાને દઇને માત, 

નિશ્ચયાત્મક કાર્યો જ વિચારવા.


વાવીશું બીજ મહેનતી સિક્કાનું,

પાણી રેડી પરિશ્રમનું,

ખાતર નાંખી ખંત કેરું, 

જતન કરી જાળવજો

વરસે લક્ષ્મી આંગણે,

હોંશે હોંશે વધાવજો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational