મહેનત કરી લઈએ
મહેનત કરી લઈએ
આ જમીન છે જાદુઈ તેમાં મહેનત કરી લઈએ,
આ જમીનને ખેડીને તેમાં સોનું ઉગાડી લઈએ,
આ ભારતની જમીન છે તેને વિભાગમાં વહેચી લઈએ,
આ જમીનમાં વાવીને તેમાં મબલખ પાક ઉગાડી લઈએ,
આ જમીન છે કાળી તેમાં કપાસ વાવી દઈએ,
આ કપાસ ઉગાડીને તેના કપડા પહેરી લઈએ,
આ જમીન છે રાતી તેમાં ઘઉં વાવી દઈએ,
આ ઘઉં ઉગાડીને તેની રોટલી ખાઈ લઈએ,
આ જમીન છે પડખાઉ તેમાં ચા કોફી વાવી દઈએ,
આ ચા કોફીની તાજગી સવારમાં લઈ લઈએ,
આ જમીન છે પર્વતની તેમાં દેવદાર વાવી દઈએ,
આ દેવદારનો ઉપયોગ કરીને ફર્નિચર બનાવી લઈએ.
