STORYMIRROR

Mahendra Rathod

Inspirational Others

4  

Mahendra Rathod

Inspirational Others

મહેચ્છા

મહેચ્છા

1 min
4.6K


જોઉં ભલે હું અગણિત સપનાઓ રોજના

મારે કાયમની હકીકતને આજે પામવી છે


ક્યાં થાય છે કોઈને તૃપ્તિ અહીં ઇચ્છાઓની

ખૂટે ના ભવમાં કદી એવી મહેચ્છાને પામવી છે


ઘટે છે ઘટનાઓ ક્યાંકને ક્યાંક ઘણી કોઈને

દીઠી ના હોય એવી સુઘટિત ઘટનાને પામવી છે


પ્રગાઢ વૈભવનું અભિમાન કરે છે સૌ કોઈ અહીં

મોહકતા ખૂટે ના હરિની એવી મુરતને પામવી છે


ક્ષણિક માયા ને રહે ક્ષણિક કોઈનો નકામો મોહ

રહે કાયમ અવિચલ એવી મમતાને પામવી છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational