મહાભારત - કર્મોનું પરિણામ
મહાભારત - કર્મોનું પરિણામ


ભીષ્મ, દ્રૌણ કે કુલ ગુરુ કૃપાચાર્ય,
કે હોય વિદ્વાન વિદુર,
ધિતરાષ્ટ્રના પુત્ર મોહમાં,
સૌ થયા પાંગળા.
ચાલ રમતો ગયો શકુની,
ને થયો ધર્મનો સર્વનાશ,
સંયમ, બુદ્ધિને વિવેકનો,
થયો મહાવિનાશ.
છલ કપટમાં ભૂલ્યા દૂર્યોધાન,
દુઃશાસનને કર્ણ ભાન,
ના રાખ્યું ભાઈઓનું કે,
ના કોઈ સ્ત્રીનું સન્માન.
ભર સભામાં જોયું સૌએ,
નારીનું અપમાન,
જુગાર રમતા ખોઈ બેઠા,
ધર્મરાજ યુધિષ્ઠિર એજ ધર્મનું ધ્યાન.
આંધળો થઇ ગયો ધર્મ ભારતવર્ષમાં,
જયારે થયો પાંડવોને વનવાસ,
ધર્મની રક્ષા કરવા અવતર્યા શ્રી કૃષ્ણ,
ત્યારે વિશ્વએ લીધો શ્વાસ.
જયારે જયારે અધર્મનો વકર્યો વિસ્તાર,
લેવો પડ્યો ઈશ્વરે ફરી ફરી અવતાર,
ગીતાનો ઉપદેશ સાંભળી થયો,
હારી ગયેલો અર્જુન ફરી લડવા તૈયાર.
વાણી વિચારમાં સંયમ રાખો,
ના રાખો અભિમાન,
અપમાન ના કરી કોઈનું,
રાખો સૌનું માન.
કર્મ કરો,
ફળની અપેક્ષા ના રાખો,
મહાભારતની કથા સમજાવે છે,
મનુષ્યને કર્મોનું પરિણામ.