મગજમાં....
મગજમાં....
કોઈપણને કોઈથી વેર કદી કરાવશો નહિ,
કોઈના કામમાં વિલંબ કરી ખમાવશો નહિ.
ખોટા વિચાર મગજમાં તમે ગોઠવશો નહિ,
ગેરવર્તન કરી લોકોમાં માન ઘટાડશો નહિ.
કોઈપણને ખોટી મધ લાળ ચખાડશો નહિ,
પેટમાં પાપ રાખીને ક્યારેય છૂપાવશો નહિ.
સમાજમાં રહી ધાક ધમકી જમાવશો નહિ,
કદી ખોટી રીતે લોકોને માથુ ઝૂકાવશો નહિ.
હા જી હા જી કરીને કોઈને ટીંગાડશો નહિ,
કોઈને વાયદો આપીને પછી ઠેલવશો નહિ.
કોઈ લોકોને દેવું કરાવી તેને ડૂબાડશો નહિ,
માથે ઉભા રહી કોઈના ઢીમ ઢળાવશો નહિ.
તમારા પરિવારને કદી અલગ તારવશો નહિ,
કોઈને માનસિક ત્રાસ આપી, થકવશો નહિ.
ગામના ગૌચરની જમીન તમે દબાવશો નહિ,
કોઈપણને લાંચ આપી નિવેદ ધરાવશો નહિ.
પ્રતિષ્ઠિત માણસનું વેણ કદી નકારશો નહિ,
સરળ સ્વભાવના લોકોને તમે પજવશો નહિ.
સાચા ખોટી વાતોને ગામમાં ફેલાવશો નહિ,
કોઈની સાથે ક્દીપણ સબંધ બગાડશો નહિ.
આંગણે આવેલા અતિથિને ભગાડશો નહિ,
તમે ભાંગતોડ કરીને,તોફાનો મચાવશો નહિ.
પીડિતોને વધુ પીડા આપીને રડાવશો નહિ,
મંદિરો બાંધી નામની તકતી લગાડશો નહિ.
ખોટા લોકો સાથે સમયને વિતાવશો નહિ,
ખોટી રીતથી કોઈ લોકોને શરમાવશો નહિ.
ગુનેગારને આશરો આપીને સંતાડશો નહિ,
લોકોમાં જઈ ખોટી ડંફાસ હંકાવશો નહિ.