Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parulben Trivedi

Inspirational

4.7  

Parulben Trivedi

Inspirational

મઘમઘતું પુષ્પ

મઘમઘતું પુષ્પ

1 min
11.4K


કાદવના દલદલ તણા દલચક્રમાં,

ફસાતા જઈએ પગ મૂકતાં.

પણ આ કેવું મઘમઘતું પુષ્પ?

ન સ્પર્શે કાદવ તણા દલચક્રમાં..!


આ નિર્ગુણ નિર્લેપ ગુણથી,

એ બન્યું બ્રહ્માજીનું આસન....!

અહો ! કેવું સદભાગ્ય,

તે બન્યું મા લક્ષ્મીનું સુખાસન....!


શીખવતું સંસારને એ,

ન ફસો જગ મિથ્યા માંહી.

ઉપર ઊઠી જગ સુવાસ ફેલાવી,

મેળવો સ્થાન અનોખું જગ માંહી.


ક્યાં મળે છે મૃગજળને અહીં,

તરસ છીપાવવાનો આરો....!

જગ મિથ્યા રણ રેતીમાં અહીં,

બસ, આભાસી મૃગજળ કિનારો....!


કમળ કહે સદા સર્વદા,

વખણાય ન વ્યક્તિ કુળગોત્રથી.

શબરીબાઈ વખણાઈ ગયાં,

એમનાં જન્મજાત સુકર્મોથી,


ને કમળની જેમ ખીલી રહ્યાં,

મઘમઘતાં પુષ્પ બની.

કમળ કહે નિર્લેપ રહી આ,

જગ મિથ્યા સંસારમાં.


સુકર્મોનું ભાથું ભરી,

લો વિરામ નિર્ગુણ, નિરાકાર  

બ્રહ્માનંદમાં.


Rate this content
Log in