STORYMIRROR

Shaurya Parmar

Inspirational Classics Others

2  

Shaurya Parmar

Inspirational Classics Others

મેમુ ટ્રેન

મેમુ ટ્રેન

1 min
13.2K


જિંદગી પણ,

મેમુ ટ્રેન જેવી થઈ ગઈ છે,

ચાલે છે ઓછી,

અવાજ વધારે કરે છે,

વિચારો ખોલવાના હોય,

ત્યાં ફાટક બંધ કરે છે...

માંડ થોડી ઝડપ આવે,

ત્યાં આંખ લાલ કરે છે...

જગ્યા હોય ઓછી,

ત્યાં ગામ એકનું ભરે છે...

જાતને જવા દઈ,

તપાસ હાથે ધરે છે...

ટીકીટ ન હોય પાસે,

એ જ નિષ્ઠાની વાતો કરે છે...

પૈસાથી પતતું હોય ત્યાં,

અહીંયા કોણ ડરે છે...

એક ગરીબ પાસે,

બીજો ગરીબ હાથ ધરે છે...

ત્યાં સિસોટી વાગે,

આંખ લીલી કરે છે...

અવાજ કરી આગળ વધે,

કોણ કોના હાટુ મરે છે?

પાછા ચર્ચાઓમાં ભાગ લે,

વાતો માણસાઈની કરે છે...

જિંદગી પણ,

ચાલે છે ઓછી..

અવાજ વધારે કરે છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational