મેહુલ્યો વસ્યો છે મન માં
મેહુલ્યો વસ્યો છે મન માં
ઓલ્યો મેહુલ્યો વરસી પડ્યો વનમાં,
આજે વર્ષા વરસી ગઈ તન મનમાં,
એણે એવી પલાળી મારી કાયા,
મારી સંગે ભીંજાઈ મારી છાયા,
એવો વરસ્યો અનરાધાર ક્ષણમાં,
ધરતી પામી તેને હર એક કણમાં. – ઓલ્યો.....
મને એકલી જાણીને એણે ઘેરી,
મારો પીછો ન છોડે મારો વેરી,
હું તો ભટકું ભાગું આખા વનમાં,
પણ મેહુલો તો છવાયો ઉપવનમાં - ઓલ્યો...
અંતે હારી થાકી હું બિચારી,
એ તો જાણી ગયો આ લાચારી,
જાણી જોઈ ને સતાવી મને વનમાં,
સાચું કહું તો મેહુલો વસે છે મારા મનમાં.
