Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajeshri Patel

Thriller

4  

Rajeshri Patel

Thriller

મેહુલો જિદે ચડ્યો

મેહુલો જિદે ચડ્યો

1 min
393


આપ્યું તને જરાં અમથું આમંત્રણ,

કર્યા તે મેહુલા બારે મેઘ ખાંગા,

અનરાધાર નહીં ઝીણા ઝરમરે વરસ,

શીદને ચડ્યો તું આટલી જિદે મેહુલા ?


ખળખળ વહેતી શાંત નદી આવી બે કાંઠે,

ધકેલે દૂર પાણીને ઉછળતો સાગર,

રિઝવે જગતાત ને નાના બાળ,

શીદને ચડ્યો તું આટલી જિદે મેહુલા ?


ધરાઈને ધરા બની આજ ગુમસુમ,

ભૂખ્યા પશુ, પંખીઓ છૂપાયા ઝાડ ઓથે,

વિનવે આજ ખુદ મોરલા ને ચાતક,

શીદને ચડ્યો તું આટલી જિદે મેહુલા ?


ડર્યો સૂરજ પણ ઘનઘોર અંધારે,

ખોરવાયો જનસૃષ્ટિનો જીવન વ્યવહાર,

રે'વા દે તું એમ જ ધરાનું લીલું પાનેતર,

શીદને ચડ્યો તું આટલી જિદે મેહુલા ?


કરીશ જો બંધ તું હેલીએ વરસવું,

કરું તારા બધા જ ગુનાને માફ,

સમજાવે "રાજુ" બે કર જોડી,

શીદને ચડ્યો તું આટલી જિદે મેહુલા ?


Rate this content
Log in