STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

મેહુલિયો વરસે

મેહુલિયો વરસે

1 min
368

દૂર ગગનમાં ગડગડાટ વ્યાપે,

ધરણી ખોળે ખળભળાટ ગાજે,

વૃક્ષોની ડાળીને કાને પવન ગુંજે,

આવ્યો મેહુલિયો આવ્યો આજે,


કાળાં ડીબાંગ નભની પાંખે,

વાદળાઓની ઝરમર સાખે,

મલ્હાર ગાતો મેહુલિયો વરસે,

વહેતી સરિતા સાગર હર્ષે,


ધરા પાલવ અનરાધાર તરસે,

મન મૂકીને અષાઢીયો વરસે,

ઘર બેઠી કામની હર્ષે,

પિયુને બાથમાં લેતી વરસે,


ઘનઘોર બની મેહુલિયો વરસે,

અનરાધાર સાથે કામિની હર્ષે,

ભિંજવે ધરતી મેહુલિયો વરસે,

મેહુલિયાને માદકતા દેતી કામિની હર્ષે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance