STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મેઘદૂત

મેઘદૂત

1 min
125

ઓ વાયરા તમે મેઘદૂત બની આવો

મેહુલાના મીઠા મીઠા સંદેશા તમે લાવો,


ધરા કરે પોકાર, તમે વ્યથા એની સૂણો

પેલા મેહુલાને સંભળાવો ધરા પર આવો,


સજીવો કરે વલખાટ, ધરા બની વેરાન

હવે તો નવા પ્રાણ પૂરવા તમે આવો,


ભલે ન મુશળધાર વરસો એ વરસાદ

ટીપે ટીપે વરસી અમારા મનડા રીઝાવો,


આવી અષાઢી બીજ ખેડૂતે લીધા બીજ

હવે તો મુશળધાર વરસવા આજ આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational