મેઘધનુષ્ય
મેઘધનુષ્ય
જલબિંદુ પર સૂર્યકિરણ આફરીન થયા જયારે,
રાતી કોરે રંગાયું ઇન્દ્રધનુષ દૂર ક્ષિતિજે ત્યારે,
સોનેરી સૂર્ય પૂર્વે પધાર્યા ને પશ્ચિમે સપ્તરંગી,
શ્રાવણી પ્રભાતે મચ્છે પીળી શ્રુષ્ટિ આભા રંગી,
નારંગી સવિતા શયન ગૃહ પશ્ચિમમાં પધારવા,
મેઘ ધનુષ્ય સંધ્યા ટાણે ત્યારે પૂર્વમાં ધારવા,
સુરચાપ નથી વસ્તુ પદાર્થ ન કોઈએ પકડ્યો,
નારંગી પીળો લીલો વાદળી નીલો છે જક્ડયો,
રાતો રંગ બહાર ને અંદર ભર્યો તેજસ્વી નારંગી,
અર્ધ વલય સર્જ્યું અંદર આભ અતિ તેજે રંગી,
બહુરંગી ઇંદ્રચાપ રવિ જ્યોતિ પ્રતિબિંબનું શિશુ,
વલન પ્રત્યાવર્તન ફેલાયે ઇંદ્રધનુષ રસ ચાખીશુ,
જલબિંદુ પર સૂર્યકિરણ આફરીન થયા જયારે,
સૂર્યની સામી દિશા દ્રશ્ય થયું મેઘધનુષ્ય ત્યારે.