મેઘા હવે તો વરસી જા
મેઘા હવે તો વરસી જા
ખેડૂતોનાં આંસુ વરસે છે,
વરસે છે એમની લાગણીઓ,
શાને તું આમ કરે છે મેઘા,
કરી દે ને હરીયાળી વાવણીઓ.
સૂકા પડ્યા છે નદીઓના નીર,
તને દયા પણ નથી આવતી લગીર,
વરસી જા હવે મારા રાજા,
શાને કરે છે તું આમ અકળામણ જાજા.
તારી યાદમાં ટહૂક્યા કરે છે મોર,
કરને તું આ વાદળો ને ઘમઘોર,
વરસી જાય તો ઠીક છે,
પછી કે'તો નહીં કેમ થયાં જગતનાં તાત કમજોર.
ગઈ વખતે તાણ્યા હતાં તે અસંખ્ય જીવો,
આજે મૂંગા પશુ પણ પાણી માટે ભાંભરે છે,
તારા નહીં વરસવાનું એ જ કારણ,
લાગે તને પણ વીતેલું સાંભરે છે.
