STORYMIRROR

"અજનબી" વિપુલ ઠાકોર

Others

3  

"અજનબી" વિપુલ ઠાકોર

Others

શાને ભૂલાય

શાને ભૂલાય

1 min
268

મેઘાએ સર્જેલ શ્રાવણી આફત શાને ભૂલાય,

બનાસકાન્ઠા બેહાલ થયું એ દિવસ શાને ભૂલાય,


બનાસ તને ધારી હતી તારણહારી,

તું બની ગઈ હતી મારણહારી,


આખાય ધાનેરાને ધમરોળ્યુ એ શાને ભૂલાય,

લાખણીને રગતોળ્યુ એ શાને ભૂલાય,


જ્યારે ખારીયામા ખાબક્યા તારા નીર,

એ પરિવારને ઊજાડતા દયા પણ ન આવી લગીર,


એ લોકોનું માર્મિક પોકારણ શાને ભૂલાય,

એ આગમા ભડકે બળતી લાશો શાને ભૂલાય,


તે તાણ્યા અસંખ્ય અબોલ જીવો,

જેમનો જીવ પણ ન હતો નજીવો,


એ નિ:સહાયને સહારો આપનારને શાને ભૂલાય,

એ જવાનોએ કરેલ સેવાને શાને ભૂલાય.


Rate this content
Log in