તો શું થયું
તો શું થયું
જીવનમાં હાસ્યનું પાન ખરી ગયું તો શું થયું,
વસંત ને ભુલી હું પાનખરને માણું છું.
વર્ષોથી તારા મિલનનો તરસ્યો રહી ગયો તો શું થયું,
હું હજુ પણ મૃગજળથી આ તરસ છીપાવુ છું.
આભના તારા બુંદો બની આંખોથી વર્ષી ગયા તો શું થયું,
પાંપણોમાં અસંખ્ય ભીનાશ સંઘરવાની શક્તિ રાખું છું.
મારા જીવનનાં નાટકનું પાત્ર મરી ગયુંં તો શું થયું,
હજુ પણ પડદા પાછળ મારાં જ દ્શ્યો નિહાળું છું.
કવિતામાં શબ્દોને શબ્દોથી મેળ ન થયો તો શું થયું,
હ્રદયનાં શબ્દકોષમાં લાગણીઓનો "વિપુલ" ભંડાર રાખું છું.