STORYMIRROR

"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy Inspirational Others

3  

"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy Inspirational Others

હે માનવ તું ક્યાં જાય છે.....?

હે માનવ તું ક્યાં જાય છે.....?

1 min
301

હે માનવ તું ક્યાં જાય છે.....?

હે માનવ તું ક્યાં જાય છે.....?

અહીં ગરીબને એક ઘરના ફાંફા થાય છે,

ને તું મંગળ પર જાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?


અહીં સ્ત્રી સન્માનની વાત થાય છે,

જ્યાં રોજ એક જોરાવરી થાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?


અહીં રોજ સમાનતાની વાત થાય છે,

જ્યાં રોજ કોમિ તોફાનો થાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?


અહીં લોકો ગરીબીથી પિડાય છે,

જ્યાં નેતાઓ સોનાની થાળીમાં ખાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?


અહીં દેશ સુરક્ષાની વાત થાય છે,

ત્યાં રોજ એક જવાન શહીદ થાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?


જ્યાં સ્વચ્છ ભારત અભિયાન થાય છે,

ત્યાં જ અસંખ્ય કચરો ઠલોવાય છે,

હે માનવ તું ક્યાં જાય છે.....?

આ બધું દરરોજ થાય છે,

પણ તને ક્યાં સમજાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy