STORYMIRROR

Bhairvi Maniyar

Inspirational

4  

Bhairvi Maniyar

Inspirational

મેદાનમાં જઈએ

મેદાનમાં જઈએ

1 min
374

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,

ચારસો મીટર દોડવા રનિંગટ્રેક પર જઈએ,

વિઘ્નદોડ પાર કરી, રીલેરેસ રમીએ,


લાંબીકૂદ, ઊંચીકૂદની પ્રેક્ટિસ કરીએ,

લંગડીફાળ કૂદ અને વાંસકૂદ શીખીએ,

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,


ચક્ર, બરછી અને ગોળાફેંક શીખીએ,

હથોડાફેંકની તાલીમ લેવા જઈએ,

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,


બાસ્કેટબોલ, વૉલીબૉલ રમતાં શીખીએ, 

બેઝબોલ, હોકી અને ફૂટબોલ રમીએ,

આવી રમતોથી ટીમસ્પિરિટ કેળવીએ,

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,


ક્રિકેટની નેટપ્રેક્ટિસ કરતાં રહીએ,

બીજી ટીમ સામે ઘણાં રન ખડકીએ,

ધડાધડ વિકેટ પાડી મેચ જીતી લઈએ,

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,


મૂકને આ વિડિયોગેમ, મેદાનમાં જઈએ,

આ એપની રમતોનો જુગાર છોડીએ,

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ,


માયકાંગલા નહિ, ખડતલ બની જઈએ,

તંદુરસ્તીથી મનને મજબૂત બનાવીએ,

કુટેવો છોડી હવે નિપુણતા કેળવીએ

મોબાઇલ ફોન કેરું વળગણ છોડીએ

ચાલને દોસ્ત આપણે મેદાનમાં જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational